ADS

Saturday, January 9, 2021

Poshina Episode - 3

 

નમસ્કાર દોસ્તો..

પોશીના ના છેલ્લા episode ૩ માં આપનું સ્વાગત છે.

લાખીયા તળાવ પર lunch લીધા અને ત્યાના ફોટોગ્રાફ લીધા અને ત્યાંથી અમે પોશીના મહેલ (દરબારગઢ) જોવા માટે નીકળ્યા. રસ્તામાં માટીના ઘોડા બનાવતા કારીગર ને જોઈ ત્યાં ઉભા રહ્યા. આ લોકો વર્ષો થી આ કામ માં જોડાયેલ છે. આ વિસ્તાર માં લોકો પોતાના પશુ ના સ્વાસ્થ્ય માટે ભાખરબાવજી (ભાથીજી મહારાજ) ની બાધા રાખે છે. અને બાધા પૂરી થતા આ માટી ના ઘોડા તેમને ભેટ સ્વરૂપે ચડાવે છે. તે કારીગર જોડે વાતચીત કરી થોડી માહિતી મેળવી.




હવે અમે દરબારગઢ પહોચ્યા પરંતુ covid ૧૯ ના કારણે આ પેલેસ માં પ્રવેશ બંધ હતો. અમારા ગાઈડ વિક્રમસિહ પાસેથી આ ગઢ વિષે માહિતી મેળવી. આ પેલેસ અત્યારે હેરીટેજ હોટેલ માં ફેરવી નાખ્યો છે. જેનું પેકેજ ૭૦૦૦ રૂપિયા થી ૧૫૦૦૦ રૂપિયા સુધીનું છે. જેમાં સવારનો નાસ્તો, lunch, hightea, ડીનર જંગલ સફારી,અને કલ્ચરલ ડાન્સ વિગેરે નો સમાવેશ થાય છે.

અહીંથી નીકળી અમે એક નાના મંદિર ‘કોલંદ મહાદેવ ‘ ગયા. જ્યાં સુંદર કુદરતી વાતાવરણ વચ્ચે નાનું મહાદેવ નું મંદિર હતું. આસપાસ માં જામફળ ના વૃક્ષો ,બહેડા,મહુડા ના ઝાડ પણ હતા. અને આરામ કરી શકાય એવી નીરવ શાંતિ હતી. થોડો સમય અહી પસાર કરી અમે અમારા છેલ્લા સ્થળ સાલેરા – ભાખર બાવજી ના મંદિરે પહોચ્યા.

અહી પુષ્કળ માટી ના ઘોડા વ્યવસ્થિત રીતે લાઈન બંધ ગોઠવેલ હતા. અને શ્રદ્ધાળુ ઓ ની શ્રધ્ધા પૂરી થયી હોવાની સાક્ષી પૂરતા હતા. આટલા બધા ઘોડા અહી ચડાવેલ એનો અર્થ તો એ જ થાય કે આટલા બધા લોકો ની માનતા પૂરી થયેલ છે.ખુબ સુંદર દ્રશ્ય લાગતું હતું.

અહી રમતા બાળકો ની રમત જોઈ અમે પણ થોડીવાર માટે બાળપણ માં પહોચી ગયા.

બસ હવે અમારો અહીંથી નીકળવાનો સમય થઈ ગયો હતો. પોશીના માં આ સિવાય પણ ઘણી જગ્યા ઓ છે જેમાં ટ્રેકિંગ કરી શકાય છે. જેમકે સોનગીરી પર્વત, રુરવો પર્વત અને ઘણું બધું...

તો દોસ્તો આ પોશીના ની સફર મારી સાથે કરી આપને પણ મજા આવી હશે. આદિવાસી ઓ ની બહુ જ ઓછી સુવિધા ઓ અને અનેક અગવડ વાળી છતાં સંતોષી અને સુખી જીવન પદ્ધતિ જોવાનો લહાવો એક વાર લેવા જેવો છે...આભાર.

Root :

Ahmedabad – Himmatnagar-Idar-Khedbhrahma-Poshina.

Budget :

4 shering Ecco : 9rs./km (400*9=3600) 900rs/person.

Breakfast : 25rs/person.

Lunch : 0

Dinner : 100rs/person. (Dalbati at chiloda circle).

Guide : 500rs. (125rs/person).

Total :  1150rs/person.

Note : please take some snacks and lunch food with you .

Contact no of Vikramshih chauhan (guide) :+91-7069531152.

Poshina Trip Episode - 2

 નમસ્કાર મિત્રો,

પોશીના ના આગલા episode માં આપનું સ્વાગત છે.
ચૂલી ના ધોધ માં અમે નાહ્યા અને થોડી વાર આરામ કરી ત્યાંથી આગળ પોશીના ના ગામ અને ત્યાના લોકોની રહેણી કરણી જોવા આંબા મહુડા ગામે ગયા. આમતો આ ગામ માં છુટા છવાયા ૫ થી ૭ ઘર હતા અને તેની બનાવટ બિલકુલ દેશી હતી. ઘર માં કોઈ પાકું બાંધકામ નથી. પથ્થર ગોઠવી ને દીવાલો બનાવી છે અને છત માટે માટી ના બનાવેલા નળિયા જેને આ લોકો થાપડા કહે છે, તેનો ઉપયોગ કરે છે.
https://www.youtube.com/watch?v=vz3dP8X7Gdw




ઘર ની બહાર જ નાના નાના ખેતરો છે જેમાં કપાસ, ઘઉં, વરીયાળી અને મકાઈ નો પાક થોડો ઘણો લેવાય છે.
ત્યાંથી આગળ અમે લાખીયા તળાવ પહોચ્યા અને આ જગ્યા ખુબ સુંદર છે. અહી બપોર ના ૧૧.૩૦ વાગ્યા હતા અને અમે જમવાનું પતાવી દીધું. આ જગ્યા ના ફોટા અને વિડીઓ આ સાથે શેર કરું છું આશા છે આપ ને જરૂર ગમશે..
હજી પોશીના નો પ્રવાસ અધુરો છે વધુ માહિતી અને ફોટા આગળ ના એપિસોડ માં .. તો ચોક્કસ જોડાવ અમારી સાથે ..let‘s go, chalo chale .. માં.

Poshina Tour- Episode 1

 નમસ્કાર દોસ્તો...

ઘણા સમયથી મારા પ્રવાસના પ્રસંગો અને સ્થળોને એક જગ્યા એ સંકલિત કરવાની ઈચ્છા હતી. અને આ જાણીતી અને અજાણી સુંદર જગ્યાઓ વિષેની વાતો અને માહિતીઓ આપ સહુ સાથે શેર કરવી હતી. માટે આજે એક youtube ચેનલ દ્વારા એ ઈચ્છા પૂરી કરી છે.....chalo chale Let's go... દ્વારા હું આપની પાસે આવા ઘણા મારા અનુભવો શેર કરીશ અને કુદરતી સૌંદર્યને પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ...મારો પ્રયાસ જો આપ સહુને ગમે તો સહકાર આપશો અને ચેનલ મારફત માહિતી આપના મિત્રો સુધી પણ પહોંચે તે માટે શેર કરશો... ”ગમતું મળે તો ગુંજે ન ભરીએ ,ગમતા નો કરીએ ગુલાલ ..”
Ok.. આજનો પ્રવાસ પોશીના ..




અમદાવાદ થી પોસીના લગભગ 180km ના અંતરે આવેલું છે. જેનો રૂટ ‘અમદાવાદ-હિંમતનગર-ઇડર-ખેડબ્રહ્મા-પોશીના’ આ રીતે છે. અમદાવાદ થી પોશીના પહોંચતા સહેજે 4 કલાક થાય છે. રસ્તા લગભગ સારા છે.
અમે 27 ડિસેમ્બર 2020 ને રવિવારે ચાર મિત્રો સવારે 4 વાગે પોશીના જાવા નીકળ્યા . સવારે વહેલા એટલા માટે કે જેથી સમયસર પહોંચી જવાય અને ત્યાં કોઈ ઉતાવળ ન કરવી પડે . બીજું રાત્રે 9 વાગે અમદાવાદ માં કરફ્યુ લાગી જાય છે તો તે પહેલાં આવવું પણ પડે.
લગભગ સવારે 8.30 વાગે અમે લાંબડીયા ગામે પહોંચી ગયા . ત્યાં વિક્રમસિંહ ચૌહાણ (જે અમારા ગાઈડ છે અને પોષીના નો ટ્રેક કરાવે છે ) અમને મળી ગયા. અને તેમની સાથે અમે આ અજાણી જગ્યાને જાણવાની શરૂઆત કરી.
સહુથી પહેલા અમે ધોધ જોવા માટે નીકળ્યા જેનું નામ છે ચૂલી નો ધોધ. આ ધોધ તરફ જવાનો રસ્તો નદી માં થઇ ને પસાર થતો હતો અને ટ્રેકિંગ કરી ને જવાનું હતું. લગભગ ૧.૫ કિમી જેટલું ટ્રેકિંગ હશે. આ પથ્થર ગ્રેનાઈટ ના હશે એવું લાગે છે. પર્વત અને નદી નું કુદરતી સૌન્દર્ય અદ્ભુત હતું. ચોમાસા માં અહી પાણી નું વહેણ ખુબ વધારે હશે તે આ પથ્થરો ઉપર થયેલ નકશી કામ થી જાણી શકાય. નાના મોટા ઉચા નીચા પથ્થરો ઉપર થી ટ્રેક કરી અમે ધોધ સુધી પહોચ્યા. અત્યારે એટલેકે ડીસેમ્બર મહિના માં અહી ધોધ બહુ નાનો હતો પણ એટલો પ્રવાહ તો હતો જ કે નહાવાની મજા આવી ગયી...
અહી થોડા ફોટા શેર કરું છું અને એક link પણ શેર કરું છું. જે આપ સહુ ને જરૂર ગમશે. તો આજે અહી સુધી નો પ્રવાસ enjoy કરો. બીજો વિડીયો અને ફોટા આવતી કાલે ...તો ચોક્કસ જોડાવ અમારી સાથે ..let‘s go, chalo chale .. માં

Poshina Episode - 3

  નમસ્કાર દોસ્તો.. પોશીના ના છેલ્લા episode ૩ માં આપનું સ્વાગત છે. લાખીયા તળાવ પર lunch લીધા અને ત્યાના ફોટોગ્રાફ લીધા અને ત્યાંથી અમે પ...