નમસ્કાર દોસ્તો..
પોશીના ના છેલ્લા episode ૩ માં આપનું સ્વાગત છે.
લાખીયા તળાવ પર lunch લીધા અને ત્યાના ફોટોગ્રાફ લીધા અને
ત્યાંથી અમે પોશીના મહેલ (દરબારગઢ) જોવા માટે નીકળ્યા. રસ્તામાં માટીના ઘોડા
બનાવતા કારીગર ને જોઈ ત્યાં ઉભા રહ્યા. આ લોકો વર્ષો થી આ કામ માં જોડાયેલ છે. આ
વિસ્તાર માં લોકો પોતાના પશુ ના સ્વાસ્થ્ય માટે ભાખરબાવજી (ભાથીજી મહારાજ) ની બાધા
રાખે છે. અને બાધા પૂરી થતા આ માટી ના ઘોડા તેમને ભેટ સ્વરૂપે ચડાવે છે. તે કારીગર
જોડે વાતચીત કરી થોડી માહિતી મેળવી.
હવે અમે દરબારગઢ પહોચ્યા પરંતુ covid ૧૯ ના કારણે આ પેલેસ
માં પ્રવેશ બંધ હતો. અમારા ગાઈડ વિક્રમસિહ પાસેથી આ ગઢ વિષે માહિતી મેળવી. આ પેલેસ
અત્યારે હેરીટેજ હોટેલ માં ફેરવી નાખ્યો છે. જેનું પેકેજ ૭૦૦૦ રૂપિયા થી ૧૫૦૦૦
રૂપિયા સુધીનું છે. જેમાં સવારનો નાસ્તો, lunch, hightea, ડીનર જંગલ સફારી,અને
કલ્ચરલ ડાન્સ વિગેરે નો સમાવેશ થાય છે.
અહીંથી નીકળી અમે એક નાના મંદિર ‘કોલંદ મહાદેવ ‘ ગયા. જ્યાં
સુંદર કુદરતી વાતાવરણ વચ્ચે નાનું મહાદેવ નું મંદિર હતું. આસપાસ માં જામફળ ના
વૃક્ષો ,બહેડા,મહુડા ના ઝાડ પણ હતા. અને આરામ કરી શકાય એવી નીરવ શાંતિ હતી. થોડો
સમય અહી પસાર કરી અમે અમારા છેલ્લા સ્થળ સાલેરા – ભાખર બાવજી ના મંદિરે પહોચ્યા.
અહી પુષ્કળ માટી ના ઘોડા વ્યવસ્થિત રીતે લાઈન બંધ ગોઠવેલ
હતા. અને શ્રદ્ધાળુ ઓ ની શ્રધ્ધા પૂરી થયી હોવાની સાક્ષી પૂરતા હતા. આટલા બધા ઘોડા
અહી ચડાવેલ એનો અર્થ તો એ જ થાય કે આટલા બધા લોકો ની માનતા પૂરી થયેલ છે.ખુબ સુંદર
દ્રશ્ય લાગતું હતું.
અહી રમતા બાળકો ની રમત જોઈ અમે પણ થોડીવાર માટે બાળપણ માં
પહોચી ગયા.
બસ હવે અમારો અહીંથી નીકળવાનો સમય થઈ ગયો હતો. પોશીના માં આ
સિવાય પણ ઘણી જગ્યા ઓ છે જેમાં ટ્રેકિંગ કરી શકાય છે. જેમકે સોનગીરી પર્વત, રુરવો
પર્વત અને ઘણું બધું...
તો દોસ્તો આ પોશીના ની સફર મારી સાથે કરી આપને પણ મજા આવી હશે.
આદિવાસી ઓ ની બહુ જ ઓછી સુવિધા ઓ અને અનેક અગવડ વાળી છતાં સંતોષી અને સુખી જીવન
પદ્ધતિ જોવાનો લહાવો એક વાર લેવા જેવો છે...આભાર.
Root
:
Ahmedabad
– Himmatnagar-Idar-Khedbhrahma-Poshina.
Budget
:
4
shering Ecco : 9rs./km (400*9=3600) 900rs/person.
Breakfast
: 25rs/person.
Lunch
: 0
Dinner
: 100rs/person. (Dalbati at chiloda circle).
Guide
: 500rs. (125rs/person).
Total
: 1150rs/person.
Note
: please take some snacks and lunch food with you .
Contact
no of Vikramshih chauhan (guide) :+91-7069531152.